જાન્યુ.માં રિટેલ ફુગાવો 19 મહિનાની નીચી સપાટીએ 2.05 ટકા

જાન્યુ.માં રિટેલ ફુગાવો 19 મહિનાની નીચી સપાટીએ 2.05 ટકા
ઔદ્યોગિક ઉત્પાદન વધીને 2.4 ટકા
એજન્સીસ
નવી દિલ્હી, તા. 12 : કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફલેશન (સીપીઆઈ) જાન્યુઆરીમાં ઘટી 2.05 ટકા થયો છે. પરિણામે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા બીજો વ્યાજદર ઘટાડો કરાય એવી શક્યતા વધી છે. ઔદ્યોગિક ઉત્પાદન આંક ડિસેમ્બર 2018માં વધી 2.4 ટકા થયો હતો જે નવેમ્બર 2018માં 0.5 ટકા હતો.
એક અખબારી સંસ્થાએ 30 અર્થશાત્રીઓના મત લીધા હતા જેમણે જાન્યુઆરીમાં 2.48 ટકા ફુગાવાની ધારણા વ્યક્ત કરી હતી. આ સતત છઠ્ઠો મહિનો છે જેમાં રિઝર્વ બૅન્કના મધ્યમ ગાળાના લક્ષ્યાંક 4 ટકાની નીચે ફુગાવો રહ્યો હોય.
ડિસેમ્બર 2018માં સીપીઆઈ 2.19 ટકા હતો જે છેલ્લા 18 મહિનાની સૌથી નીચી સપાટી હતી. ખાદ્યચીજોના ભાવ અને ઇંધણના ફુગાવાનો દર ઘટતાં રિટેલ ફુગાવો ઘટયો છે.
કોર સેક્ટર્સનો ફુગાવો જાન્યુઆરીમાં ઘટી 5.4 ટકા રહ્યો હતો. જે ડિસેમ્બરમાં 5.7 ટકા હતો. રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ તેની છઠ્ઠી દ્વિમાસિક પોલિસી રિવ્યુમાં ફુગાવાના લક્ષ્યાંકને ઘટાડયું છે. નજદીકના ભવિષ્યમાં ફુગાવો હળવો રહેવાના સંયોગો છે. આમ છતાં શાકભાજીના ભાવો અમેરિકા-ચીન ટ્રેડ વોર અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાના કારણે સાવચેતીનો અભિગમ રાખવા જણાવાયું છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer