અમેરિકાના વિઝાની પ્રક્રિયા માટે આઇઆરસીટીસી નવવધૂઓ પાસે માગે છે માબાપની એનઓસી?

મુંબઈ, તા. 12 : આવતા ઉનાળામાં તમે જો વિદેશના પ્રવાસે જવાનું આયોજન કરી ચૂક્યા હો તો તમારા વિઝા મેળવવાની પ્રક્રિયા માટે ટ્રાવેલ એજન્સીઓ કે ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (આઇઆરસીટીસી) પાસે પૂરી ચકાસણી કરીને જજો.
હવે આઇઆરસીટીસીએ પણ એના ગ્રાહકોને હનીમૂન પૅકેજ જેવી સેવાઓ આપવાનું શરૂ કર્યું છે, પરંતુ તે નવવધૂઓને તેમનાં માતાપિતા પાસેથી નો-અૉબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી) લઈ આવવાનું કહે છે. આમ છતાં અમેરિકી કૉન્સ્યુલેટે એવી સ્પષ્ટતા કરી દીધી છે કે અમેરિકાના વિઝા મેળવવા જે દસ્તાવેજો જોઈએ એની યાદીમાં આવી કોઈ એનઓસીનો સમાવેશ થતો નથી અને જો આઇઆરસીટીસી આવું કોઈ સર્ટિફિકેટ માગતું હોય તો એ ખોટું છે.
આઇઆરસીટીસી વિઝાની પ્રક્રિયા માટે જે દસ્તાવેજો માગે છે એમાં મૅરેજ સર્ટિફિકેટ, દંપતીનાં લગ્નની કંકોતરી અને લગ્ન સમારોહના ફોટો વગેરેનો સમાવેશ છે. જો પત્ની વિધવા હોય તો તેણે પતિનું ડેથ સર્ટિફિકેટ આપવું જરૂરી છે, પરંતુ જો વિધુર અરજી કરે તો તેને આવા સર્ટિફિકેટની જરૂર નથી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer