કોર્ટના ખૂણે જઇને આખો દિવસ બેસો

સુપ્રીમ કોર્ટે અવમાનના કેસમાં નાગેશ્વર રાવને ફટકારી સજા
નવી દિલ્હી, તા. 12  : મુઝફ્ફરનગર બાળગૃહકાંડમાં આદેશની અવમાનનાને લઈને સુપ્રીમ કોર્ટે આજે સીબીઆઈના તત્કાલીન વચગાળાના નિયામક નાગેશ્વર રાવ અને તપાસ એજન્સીના કાનૂની સલાહકાર એસ. ભાસુરામને દોષી ઠરાવીને એક-એક લાખ રૂપિયાના દંડ અને આજનો દિવસ આખો અદાલતની કાર્યવાહી પૂરી થાય ત્યાં સુધી કોર્ટમાં જ બેસવાની સજા સંભળાવી હતી. સર્વેચ્ચ અદાલતે રાવની વિના શરત માફીની માંગ ફગાવી દીધી હતી. 
સુનાવણી દરમ્યાન એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું હતું કે, રાવ પોતાની ભૂલ કબૂલી રહ્યા છે. તેમણે જાણીબૂઝીને આવું કર્યું નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer