મુંબઈની પ્રથમ અન્ડરગ્રાઉન્ડ ટ્રેન મુંબઈ મેટ્રો-3નું કામ પુરજોશમાં

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : કોલાબા-બાન્દ્રા-સિપ્ઝ એ પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-3નું કામ અતિ ઝડપથી ચાલી રહ્યું છે અને છેલ્લા આંકડા પ્રમાણે કુલ સાત તબક્કામાં 53,792 મીટર પૈકી 19,387 મીટરનું ભૂગર્ભ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને કરેલી ટ્વીટ અનુસાર મેટ્રો-3ના તબક્કા 1 હેઠળ કફ પરેડથી સીએસએમટી વચ્ચે 5894 મીટરમાંથી 1200 મીટરનું ભૂગર્ભ ટનલિંગનું કામ પૂરું થયું છે.
તબક્કા ત્રણ હેઠળ મુંબઈ સેન્ટ્રલથી વરલી વચ્ચે 7290 મીટરના કામમાંથી 486 મીટર કામ પૂરું થયું છે. જ્યારે ફેઝ ચાર હેઠળ વરલીથી ધારાવી વચ્ચે 10,960 મીટરમાંથી 5976 મીટરનું કામ પૂરું થઈ ચૂક્યું છે.
ફેઝ પાંચ હેઠળ ધારાવીથી સાંતાક્રુઝ વચ્ચે 7992 મીટરમાંથી 3628 મીટરનું કામ પૂર્ણ થયું છે.
તબક્કા છ હેઠળ અગ્રીપાડાથી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ (ટી-2) વચ્ચે 6937 મીટરમાંથી 1197 મીટર અને ફેઝ-8 હેઠળ ટી-2થી સારીપૂત નગર વચ્ચેના 7079 મીટરમાંથી 3461 મીટરનું ભૂગર્ભ કામ પૂરું થયું છે.
મુંબઈ-મેટ્રો-3 પ્રકલ્પ પૂર્ણ રીતે કાર્યાન્વિત થઈ જતાં દરરોજ સરેરાશ 16 લાખ પ્રવાસીઓ એસી ડબાઓમાં પ્રવાસ કરતા હશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer