પોલીસને હૉટેલમાંથી મફતમાં ખાવા ન મળ્યું એટલે ત્રાસ આપવાનું શરૂ કર્યું

પોલીસને હૉટેલમાંથી મફતમાં ખાવા ન મળ્યું એટલે ત્રાસ આપવાનું શરૂ કર્યું
કલ્યાણ, તા. 12 : કલ્યાણની એક હૉટેલમાં પોલીસને મફતમાં નૉન-વેજ આઇટમ ખાવા ન મળતાં આ પોલીસોએ હૉટેલના માલિકને સતત ત્રાસ આપવાનું શરૂ કર્યું છે. પોલીસ દ્વારા ત્રાસ આપવાની ઘટના સીસીટીવી કૅમેરામાં રેકૉર્ડ પણ થઈ છે. 
કલ્યાણ સ્ટેશન પાસે સ્વામી સમર્થ નામની હૉટેલ છે. આ હૉટેલમાં થોડા દિવસ પહેલાં એમએફસી પોલીસ સ્ટેશનના પોલીસોએ નૉન-વેજ આઇટમો મગાવી હતી. હૉટેલમાલિકે પૈસા માગતાં પોલીસોને એ ગમ્યું નહોતું અને એથી તેમણે હવે માલિકને વારેઘડીએ ત્રાસ આપવાનું શરૂ કર્યું છે.
હૉટેલમાલિક વિજય સુર્વેએ કહ્યું હતું કે રાજ્ય સરકારનો કાયદો રાતે દોઢ વાગ્યા સુધી હૉટેલ ચાલુ રાખવાનો છે, પણ પોલીસો રાતે 12 વાગ્યે હૉટેલ બંધ કરાવે છે અને મારઝૂડ પણ કરે છે. આ ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ છે.
જોકે બીજી તરફ પોલીસનું કહેવું છે કે હોટેલ પાસે કલ્યાણ મહાપાલિકાનું લાઇસન્સ નથી એટલે તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer