રૂા. 180 કરોડની છેતરપિંડીનો આરોપી સુરતથી પકડાયો

મુંબઈ, તા. 13 : સીબીઆઈએ રૂા. 180 કરોડના છેતરપિંડીના કિસ્સામાં આશુતોષ પાંડે નામના આરોપીને પકડયો છે. જે સુરતની એક હીરાની કંપનીમાં ચપરાસી છે. આરોપ એ છે કે તેને એક કંપનીના ડમી ડિરેક્ટર બનાવી તેના એકાઉન્ટમાં રૂા. 10 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પાંડેની ધરપકડ સુરતમાં કરી તેને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાયો હતો. અદાલતે 16 ફેબ્રુઆરી સુધી તેને સીબીઆઈની કસ્ટડી આપી છે.  આ પૂરો કિસ્સો 2014નો છે અને ફરિયાદી જેએનપીટી છે. જેએનપીટીએ 12 ફેબ્રુઆરી 2014ના રૂા. 110 કરોડ અને 17 ફેબ્રુઆરીએ રૂા. 70 કરોડ ઓરિયન્ટલ બૅન્ક અૉફ કૉમર્સની મલાડની માલવણી શાખામાં એક વર્ષની ટર્મ ડિપોઝીટના દરે (ટીડીઆર) ટ્રાન્સફર કર્યા હતા અને બન્ને વાર બૅન્કને ટ્રાન્સફરના આગલા દિવસે જેએનપીટીના કહેવાતા એક અધિકારીએ સહીવાળો ફેક્સ મોકલ્યો હતો જેમાં આ રકમ પદ્માવતી ઇન્ટરનેશનલ કંપનીના કરન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા કહેવામાં આવ્યું હતું. ત્યારે આરોપ એ છે કે સંબંધિત બૅન્કે બન્ને વાર રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. રકમ ટ્રાન્સફર કર્યા પછી જેઓને તેનો ફાયદો થયો તેમાં રાજેશ નટવરલાલ બંગાવાલા પણ હતા એમ સીબીઆઈએ આરોપ મૂક્યો છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer