દસ સીટ જીતવાની ક્ષમતા નથી અને સપનાં જુએ છે ઙખ બનવાનાં

દસ સીટ જીતવાની ક્ષમતા નથી અને સપનાં જુએ છે ઙખ બનવાનાં
મુખ્ય પ્રધાનના શરદ પવાર પર આકરા પ્રહાર
મુંબઈ, તા. 13 : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારને લક્ષ્ય બનાવ્યા છે, તેમણે કહ્યું છે કે જેની દસ સીટ જીતવાની ક્ષમતા નથી તેઓ વડા પ્રધાનની રેસમાં છે. મને તો એ સમજાતું નથી કે શું આ નેતાઓ માટે વડા પ્રધાનનું પદ એ `સંગીત ખુરશી'નો ખેલ છે.
જોકે દેવેન્દ્ર ફડણવીસ મુંબઈની છ લોકસભા સીટના શક્તિ કેન્દ્ર પ્રમુખોના સંમેલનને સંબોધન કરતા સાથી પક્ષ શિવસેના પર કંઈ બોલ્યા નહોતા. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિની જાણકારી બૂથપ્રમુખ સુધી પહોંચાડવા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ભાજપના 2,217 પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈના 1,40,000,00 લોકો સુધી ભાજપની સિદ્ધિ પહોંચાડવાની જવાબદારી આ લોકોને સોંપાઈ છે.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે 2019ની ચૂંટણી ભાજપ માટે નહીં ભારત માટે છે. આ ચૂંટણી દેશનું ભવિષ્ય નક્કી થશે. આ ચૂંટણી નક્કી કરશે કે દેશ કઈ દિશામાં આગળ વધશે. દેશની પ્રગતિનો હવાલો દેતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે દેશના લોકોએ મહાગઠબંધનની ખીચડી સરકારને સત્તામાં લાવવાને બદલે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને બહુમતીથી સત્તા પર આણવી જોઈએ.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer