શૅરોમાં ઝડપી સુધારો

મુંબઈ, તા. 13 : ચાર સત્રોના લગાતાર ઘટાડા પછી આજે સ્થાનિક શૅરબજારે પોઝિટીવ ટ્રેન્ડ દાખવ્યો હતો. આજે સવારે એશિયન બજારો તથા ગઈકાલે અમેરિકન બજારોના પ્રોત્સાહક અહેવાલ, ઘરઆંગણે રિટેલ ફુગાવો હળવો થતાં તેમ જ ઔદ્યોગિક ઉત્પાદન આંક વધતા બજારમાં લેવાલીનો માહોલ સર્જાયો હતો. આજે સવારે 10.01 વાગ્યે બેન્ચમાર્ક સેન્સેક્ષ 126 પોઇન્ટ ઊંચકાઇ 36,280 તો નિફ્ટી 32 પોઇન્ટ વધીને 10,863ની સપાટીને સ્પર્શ્યે હતો. સનફાર્માનો શૅર 4 ટકા ઊંચો ક્વોટ થતો હતો. તો આ સાથે વધનારા અન્ય શૅરોમાં આઈટીસી, પાવરગ્રીડ, વેદાંતા, ઓએનજીસી, તાતા મોટર્સના શૅરો વધ્યા હતા. તો ભારતી એરટેલ, ઇન્ફોસિસ, એક્સિસ બૅન્ક, મહિન્દ્રા-મહિન્દ્રાના શૅર્સ ઘટયા હતા. આજે ફોર્ટિસ હેલ્થકેર, લેમન ટી, એનબીસીસી, ભારત ફોર્જ સહિતની 515 કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો જાહેર થનાર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer