સુપર 30 માં દિગ્દર્શકનું નામ નહીં હોય!

સુપર 30 માં દિગ્દર્શકનું નામ નહીં હોય!
એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઇચ્છુક ગરીબ પરિવારના હોંશિયાર વિદ્યાર્થીઓને તૈયાર કરતા બિહારના આનંદ કુમારના જીવન પરથી બની રહેલી ફિલ્મ સુપર-30નું શૂટિંગ પૂરું થયું ત્યાં તેના દિગ્દર્શક વિકાસ બહલ વિરુદ્ધ મી ટૂ હેઠળ જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી હતી. આથી વિકાસને આ પ્રોજેકટમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. જોકે, આની અસર ફિલ્મ પર ન થાય તે માટે ફિલ્મનું પોસ્ટ પ્રોડકશનનું કામ અનુરાગ કશ્યપને સોંપવામાં આવ્યું છે. રિલાયન્સ એન્ટરટેન્મેન્ટના ગ્રુપ સીઇઓ શિબાશીષ સરકારે જણાવ્યું કે, વિકાસ ફિલ્મના એડિટિંગ અને પોસ્ટ પ્રોડકશનના કામમાં નથી તથા તેની જગ્યાએ અનુરાગને લેવાયો નથી. ફિલ્મ રખડી ન પડે તે માટે અનુરાગની સહાય લેવામાં આવે છે. આથી ફિલ્મમાં તેનું નામ આવશે નહીં. ફિલ્મમાં દિગ્દર્શક તરીકે કોઇનું નામ નહીં હોય. ફિલ્મમાં નાણાં, સમય અને ટેકનૉલૉજીનું થયેલું રોકાણ વેડફાય નહીં તે માટે અનુરાગની મદદ લેવામાં આવી છે. તેને ક્રેડિટ અપાશે નહીં એ વિશે સ્પષ્ટતા થઈ ગઈ છે. 
ફિલ્મ સુપર -30 આગામી 26 જુલાઈએ રજૂ થવાની છે. જો ત્યાં સુધીમાં વિકાસ પર ચાલેલા કેસનો ચુકાદો આવશે અને તે નિર્દોષ જાહેર થશે તો જ તેનું નામ ફિલ્મમાં આવશે એમ શિબાશીષે ઉમેર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer