આંતરરાષ્ટ્રીય સ્તરે અનુપમ ખેરનું સમ્માન

આંતરરાષ્ટ્રીય સ્તરે અનુપમ ખેરનું સમ્માન
અભિનેતા અનુપમ ખેર ભારતમાં તો વિવિધ ભૂમિકા ભજવવા માટે જાણીતા છે પરંતુ હવે તેમના પરફોર્મન્સની પ્રશંસા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઈ છે. અમેરિકન સિરીઝ ન્યૂ એમસ્ટરડમમાં તેણે કરેલા અભિનયની પ્રશંસા થઈ રહી છે. હાલમાં આ શોનો આઉટસ્ટેન્ડિંગ કાસ્ટ માટે એવૉર્ડ અપાતા અનુપમ ખુશખુશાલ છે. તેણે કહ્યું કે, આ મારે માટે મોટું સમ્માન છે. ન્યૂ એમસ્ટરડમમાં કામ કરવા મળ્યાનો મને આનંદ છે. બધાની સાથે મારા સારી મિત્રતા થઈ ગઈ છે. મારા પિતા (પુષ્કરનાથ ખેરની સાતમી પુણ્યતિથિ)એ મને મળેલો આ એવૉર્ડ મેં તેમને જ સમર્પિત કર્યો છે. તેઓ મારા બેસ્ટ ફ્રેન્ડ અને ચાહક હતા. 
આ સમ્માનને પોતાની જવાબદારી વધારી છે એમ કહેતા અનુપમે ઉમેર્યું હતું કે, શિમલાનો નીચલા મધ્યમ વર્ગનો કાશ્મીરી યુવાન કેટલો આગળ વધી ગયો છે. પરંતુ આ સાથે મારા દેશ પ્રત્યેની જવાબદારી વધતી જાય છે. દરેક પુરસ્કાર મને વધુ સારું અને જવાબદારીભર્યું કામ કરવાનું પ્રોત્સાહન આપે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer