મોદીની બાયોપિકમાં મનોજ જોષી બન્યા અમિત શાહ

મોદીની બાયોપિકમાં મનોજ જોષી બન્યા અમિત શાહ
આજકાલ રાજકારણીઓના જીવન પરથી ફિલ્મ (બાયોપિક) બનાવવાનો ટ્રેન્ડ જોવા મળે છે. એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર બાદ હવે રાહુલ ગાંધીના જીવન પર માય નેમ ઇઝ રા ગા આવી રહી છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એકથી વધુ ફિલ્મ બની રહી છે. વિવેક અૉબેરોયની ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીમાં અમિત શાહ તરીકે અભિનેતા મનોજ જોષી જોવા મલશે. મનોજ ગુજરાતી તથા હિન્દી રંગમંચ તથા ફિલ્મોના જાણીતા અભિનેતા છે. જ્યારે તેમને અમિત શાહની ભૂમિકા અૉફર કરવામાં આવી ત્યારે તેમણે પોતાના વ્યસ્ત શિડયુલમાંથી સમય કાઢીને અૉફર સ્વીકારી લીધી હતી. તેમણે કહ્યું કે, આ પહેલીવાર હું કોઇ જીવંત વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છું. લોકો આ ફિલ્મની આતુરતાથી પ્રતિક્ષા કરી રહ્યા છે અને મને તેમાં મહત્ત્વની ભૂમિકા મળી તેનો આનંદ છે. 
મનોજને રાજકારણમાં પણ ખૂબ રસ ધરાવે છે અને દરેક રાજકીય ઘટનાથી વાકેફ રહે છે. અમિત શાહ સાંસદ અને ભાજપના પ્રમુખ છે. 
મનોજે તેમને ઉત્તમ આયોજક તરીકે બિરદાવતા કહ્યું હતું કે, આ પાત્રની તૈયારી માટે હું તેમના ભાષણો સાંભળું છું અને તેમની જેવો લીક મેળવવા માટે જરૂર હશે તો પ્રોસેથેટિકનો ઉપયોગ પણ કરીશ. ફિલ્મ આગળ વધતી જશે એમ મારી હેરસ્ટાઇલ બદલાશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer