ઈંગ્લૅન્ડના દિગ્ગજ ગોલકીપર ગોર્ડન બેંક્સનું નિધન

ઈંગ્લૅન્ડના દિગ્ગજ ગોલકીપર ગોર્ડન બેંક્સનું નિધન
લંડન, તા. 13 : 1996માં વિશ્વ કપ જીતનારી ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમના સભ્ય અને દુનિયાના સર્વશ્રેષ્ઠ ગોલકિપરમાંથી એક ગોર્ડન બેંક્સનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. લીસેસ્ટર સિટી અને સ્ટોક ક્લબમાંથી રમનારા બેંક્સે ઈંગ્લેન્ડ માટે 73  મેચ રમ્યા હતા. બેંક્સ 1972માં લીગ કપ જીતનારી ટીમના પણ સભ્ય રહી ચૂક્યા છે.  આ જ વર્ષે એક કાર દુર્ઘટનામાં બેંક્સે એક આંખ ગુમાવી હતી. ગોર્ડન બેંક્સના નિધન ઉપર સ્ટોક ક્લબ, ફીફા વગેરેએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer