ટેનિસ : કોચ બાજિનથી અલગ થઈ નાઓમી ઓસાકા

ટેનિસ : કોચ બાજિનથી અલગ થઈ નાઓમી ઓસાકા
ટોક્યો, તા.13 : વિશ્વની પ્રથમ ક્રમાંકિત મહિલા ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યાના 16 દિવસ બાદ પોતાના કોચ સાચા બાજિનથી અલગ થઈ  છે. 21 વર્ષિય  ઓસાકા જર્મનીના બાજિનના માર્ગદર્શનમાં માત્ર એક વર્ષના ગાળામાં જ બે ગ્રાન્ડ સ્લેમ જીતી છે. ઓસાકાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, હવે તે સાચા સાથે કામ કરી શકશે નહી. સેરેના વિલિયમ્સ, કેરોલિન વોજનિયાકી અને વિક્ટોરિયા એજારેન્કા જેવા સ્ટાર ખેલાડીઓ સાથે કામ કરી ચૂકેલા સાચા બાજિનને 2018ના સર્વશ્રેષ્ઠ ડબલ્યૂટીએ કોચ પસંદ કરવામાં આવ્યા હતા. 
બાજિનના માર્ગદર્શન  હેઠળ ઓસાકાએ 2018ની શરૂઆત વિશ્વ રેન્કિંગમા 72મા ક્રમાંકેથી કરી હતી અને એક વર્ષની અંદર જ દુનિયાની નંબર 1 મહિલા ટેનિસ ખેલાડી બની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer