મહારાષ્ટ્રમાં અછતગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો માટેનું ભંડોળ વધારીને રૂા. 2000 કરોડ કરાયું

મહારાષ્ટ્રમાં અછતગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો માટેનું ભંડોળ વધારીને રૂા. 2000 કરોડ કરાયું
પશુધન માટે મોબાઈલ ચેકઅપ સુવિધા
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રમાં દુકાળની ભયાનકતાને ધ્યાને રાખીને રાજ્ય સરકારે રાહત ભંડોળ વધારીને રૂા. 2000 કરોડ કર્યું છે. આ ફંડનો ઉપયોગ 151 તાલુકાના ખરીફ પાકના સંભવિત નુકસાન સામે ખેડૂતોને અપાશે. રાજ્યના કુલ 358 તાલુકામાંથી 151 તાલુકામાં પાણીની તીવ્ર અછત નિર્માણ થઈ છે.
મુખ્ય પ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે, કટોકટી માટે વધુ રૂા. 150 કરોડ તેમાં ઉમેરી શકાશે. રાજ્ય પ્રધાનમંડળે પશુપાલકોને સહાય માટે દૂરસુદૂરના 80 તાલુકા માટે વેટરનિટી ડૉક્ટરની મોબાઈલ ટીમ તહેનાત કરી છે. જેના માટે રૂા. 16.74 કરોડ ફાળવ્યા છે. આદિવાસી, પર્વતીય અને અંતરિયાળ વિસ્તારોમાં આ ટીમ પશુપાલકોની તાકીદની સેવા માટે ઉપલબ્ધ થશે. જેથી સારવારના અભાવે થતી પશુધનની હાનિને અટકાવી શકાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer