વર્ષ 2019-2024 માટે બોર્ડ અૉફ ડિરેકટરની ચૂંટણી

કપોળ બૅન્કે શૅરધારકોને કેવાયસી 31મી માર્ચ પૂર્વે આપવા અપીલ કરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : કપોળ કો-ઓપરેટીવ બૅન્ક લિમિટેડ દ્વારા તેના શૅરધારકોને `નો યોર કસ્ટમર - કેવાયસી' અંગેની માર્ગદર્શિકા અનુસાર સંબંધિત દસ્તાવેજો આપવાની અપીલ કરવામાં આવી છે.
કપોળ બૅન્ક તરફથી જણાવવામાં આવ્યું છે કે રિઝર્વ બૅન્ક દ્વારા અપાયેલી સૂચના અને માર્ગદર્શિકા અનુસાર જે શૅરધારકોએ દસ્તાવેજો આપ્યા નથી તેની વિગતો વેબસાઈટ |||. સફાજ્ઞહબફક્ષસ.ભજ્ઞળ ઉપર હોમપેજની લિન્ક શૅરહોલ્ડર ઉપર ઉપલબ્ધ છે. બધા શૅરધારકોને તે યાદી જોવાની વિનંતી કરવામાં આવે છે. જો તેઓએ સંબંધિત દસ્તાવેજ આપ્યા હોય નહીં તો આવતી 31મી માર્ચ પહેલાં તે સુપરત કરી દેવા. આ દસ્તાવેજો કપોળ બૅન્કની નિકટની શાખામાં આપી દેવા. તેથી વર્ષ 2019થી 2024 સુધીના સમયગાળા માટે બોર્ડની ચૂંટણી યોજવા માટે સભ્યોની યાદીને અંતિમરૂપ આપી શકાય. બચત કે કરન્ટ ખાતાં, ફિકસ્ડ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ અને લોનનાં ખાતાં ધરાવતા શૅરધારકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કપોળ બૅન્કની નિકટની શાખામાં જઈ વિગતો આપે. જેથી અમે કેવાયસીની વિગતોની છેલ્લામાં છેલ્લા ફેરફારોની નોંધ કરી શકીએ. કપોળ બૅન્કની વેબસાઈટ ઉપર શાખાઓનાં નામ-સરનામા અને કેવાયસી તરીકે સ્વીકારી શકાય એવા દસ્તાવેજોની વિગતો આપવામાં આવી છે. જે શૅરધારકોના અને તેઓનાં સરનામાની વિગતો ઉપલબ્ધ છે તેઓને પણ આ નોટિસ મોકલવામાં આવી રહી છે. જોકે, તે વધારાનું પગલું છે. તેથી શૅરધારકોએ અખબારમાં પ્રગટ થનારી નોટિસનો જ મુખ્ય આધાર રાખવો. આ કેવાયસી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે પછી વેબસાઈટ ઉપર જેઓએ કેવાયસીની જરૂરિયાત સંતોષી તેની વિગતો મુકાશે. આ અંગે વધુ વિગતો માટે શૅર ડિપાર્ટમેન્ટનો ટે.નં. 022-26630181 અને 26630182 ઉપર સંપર્ક સાધી શકાશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer