ટ્રાઈ''એ ચૅનલ પસંદ કરવાની મુદત 31મી માર્ચ સુધી લંબાવી

મુંબઈ, તા. 13 : કેબલચાલકોનો અસહકાર, ગ્રાહકોમાં ગૂંચવાડો અને ચેનલની કિંમતો પરથી સર્જાયેલા વિવાદ જેવાં વિવિધ કારણોને લીધે ટીવી ચેનલો પસંદ કરવા માટે ગ્રાહકોને અપાયેલી મુદ્દત આવતી 31મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે.
ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ઓનર્સ સાથે થયેલી બેઠક પછી 31મી માર્ચ સુધી મુદત લંબાવવામાં આવી છે. 
`ટ્રાઈ'ને મળેલી નવી માહિતી અનુસાર દેશમાં એક લાખ કરોડ ગ્રાહકો સ્થાનિક કેબલચાલકો પાસેથી અને 6.7 કરોડ ગ્રાહકો ડીટીએચ સેવા મેળવે છે. અત્યાર સુધીમાં નવા આંકડા અનુસાર દેશમાં 65 ટકા ઘરોમાં સ્થાનિક કૅબલ ઓપરેટર દ્વારા સેવા આપવામાં આવે છે. જ્યારે 35 ટકા ઘરમાં ડીટીએચ દ્વારા સેવા આપવામાં આવે છે. અત્યાર સુધીના સર્વેક્ષણ અનુસાર સ્થાનિક કૅબલ ઓપરેટર અને ડીટીએચ ઓપરેટર તેઓના ગ્રાહકો સુધી પહેલી ફેબ્રુઆરી સુધીમાં પહોંચવામાં અસમર્થ ઠર્યા છે. તેના કારણે મુદત લંબાવવામાં આવી છે એમ `ટ્રાઈ' તરફથી જણાવવામાં આવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer