15થી 17 ફેબ્રુઆરી દરમિયાન સ્ટેચ્યુ અૉફ યુનિટી ખાતે

 ``અૉલ ઈન્ડિયા સ્ટેટ ઇલેકશન કમિશનર્સ કૉન્ફરન્સ''
વડોદરા, તા. 13 : જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલના અધ્યક્ષપદે રાજપીપળા કલેકટરાલય ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે આગામી તા. 15થી 17 ફેબ્રુઆરી દરમિયાન કેવડીયા કોલોની ખાતે યોજાનારી ``અૉલ ઇન્ડીયા સ્ટેટ ઇલેકશન કમિશનર્સ કોન્ફરન્સ'' સંદર્ભે પૂર્વ તૈયારીઓ-આયોજનના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઇ હતી, જેમાં સંબંધિત અધિકારીઓને સોંપાયેલી ફરજો સુપેરે નિભાવવાની સૂચના અપાઇ હતી. 
જિલ્લા પોલીસ અધિકક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદાર શ્રી આર.વી. બારીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ. ડીંડોર, પ્રાંત અધિકારીશ્રી કે.ડી. ભગત, નાયબ કલેક્ટરશ્રી ડૉ. જનમ ઠાકોર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે આજે રાજપીપળા ખાતે યોજાયેલી ઉકત બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલે ``અૉલ ઇન્ડીયા સ્ટેટ ઇલેકશન કમિશનર્સ કોન્ફરન્સ''ની આપેલી રૂપરેખા મુજબ તા.16 મી ફેબ્રુઆરી, 2019 ને શનિવારના રોજ સવારે 11-00 કલાકે કેવડીયા કોલોનીમાં ટેન્ટ સીટી-2 ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી આ કોન્ફરન્સને ખુલ્લી મુકશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સિટીના ગોડાઉનમાં આગ : પ્રવાસીઓ સુરક્ષિત 
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક તૈયાર કરવામાં આવેલા ટેન્ટ સિટીના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આાઁગ ફાટી નીકળતા પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી. જો કે સદનસીબે ટેન્ટ સિટીમાન આગ ફેલાઈ નહોતી. જેથી પ્રવાસીઓ સુરક્ષિત રહ્યા હતા.  આ ટેન્ટ સિટીના ગોડાઉનમાં વહેલી સવારે 3 વાગ્યે આગ ફાટી નીકળી હતી. જેને પગલે નર્મદા નિગમ જીએસઈએલના 4 બંબા સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer