એએમયુના 14 છાત્રો સામે દેશદ્રોહનો કેસ

નવી દિલ્હી, તા.13 : `પાકિસ્તાન ઝિંદાબાદ અને ભારત મુર્દાબાદ'ના નારા લગાવવા સબબ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના 17 વિદ્યાર્થીઓ સામે રાજદ્રોહનો કેસ નોંધાયો છે. મંગળવારે સાંજે 14 છાત્રોએઁ રિપબ્લિક ટીવી ચેનલના ખબરપત્રી સાથે ઝઘડો કર્યો હતો તેમજ એક બીજેપી નેતા સાથે મારપીટ કરી હતી. આ મામલે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના જિલ્લા પ્રમુખ મુકેશ લોધી અને રિપબ્લિક ટીવીના ખબરપત્રી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી. પોતાની ફરિયાદમાં મુકેશ લોધીએ આરોપ લગાવ્યો હતો કે તેના પર એએમયુના વિદ્યાર્થીઓએ હુમલો કરી દીધો હતો. વિદ્યાર્થીઓ `પાકિસ્તાન ઝિંદાબાદ અને ભારત મુર્દાબાદ`ના નારા લગાવી રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer