તોછડાઈ, બડાઈ અને ધાકધમકી મોદી સરકારના વહીવટની ફિલસૂફી : સોનિયા ગાંધી

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 13 : યુપીએનાં ચૅરપર્સન સોનિયા ગાંધીએ આજે વહીવટ, રોજગાર નિર્માણ અને સામાજિક એખલાસ જેવા મુદ્દાઓને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. કૉંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટી (સીપીપી)ની બેઠકને સંબોધતા તેમણે મોદી સરકાર પર વિપક્ષના નેતાઓને ધમકાવવા બદલ પ્રહારો કર્યા હતા.
સોનિયા ગાંધીએ પુત્ર રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે તેમણે પક્ષમાં નવી ઊર્જાનું સંચાર કર્યું છે. તેઓ (રાહુલ ગાંધી) થાક્યા વગર કામ કરી રહ્યા છે. તેઓ અમારા ભારતનાં સપનાંની સંકલ્પના સાથે ચાલતા વિપક્ષના નેતાઓનો પણ સંપર્ક કરી રહ્યા છે.
`તોછડાઈ, બડાઈ અને ધાકધમકી એ મોદી સરકારના વહીવટની ફિલસૂફી રહી છે,' એમ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું.
2014ના જનાદેશ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું જણાવતા સોનિયાએ એવો આક્ષેપ કર્યો હતો કે મોદી શાસનમાં સંસદ પોતે જ ઘણી નબળી પડી ગઈ છે. ચર્ચાનું ગળું ઘોંટી દેવામાં આવે છે. `બેરોજગારી, નોટબંધી અને રફાલના ભ્રષ્ટાચારથી મોદી સરકારની વિશ્વસનીયતા ખરડાઈ ગઈ છે.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer