ડેટાતસ્કરીનું મહાકૌભાંડ 61.7 કરોડ ઈ-મેઈલ એકાઉન્ટની જાણકારીની તફડંચી અને વેચાણ

નવી દિલ્હી, તા.13: ઈન્ટરનેટ વપરાશકારોની જાણકારીની તફડંચી અને વેંચાણનાં વધુ એક મહાકૌભાંડનો ભાંડો ફૂટયો છે. જેમાં 16 લોકપ્રિય વેબસાઈટનાં આશરે 61.7 કરોડ વપરાશકારોનાં ઈમેઈલ એડ્રેસ ચોરીને વેંચી મારવામાં આવી રહ્યા છે.  ચોરાયેલો આ ડેટા ડાર્કવેબ ઉપર મૂકી દેવામાં આવ્યો છે. તેને 20 હજાર ડોલર, બિટકોઈનમાં વેચવામાં આવી રહ્યો છે. જે વેબસાઈટમાંથી લોકોની જાણકારીઓની ઉચાપત થઈ છે તેમાં ડબસ્મેશનાં 162 મિલિયન, માયફિટેસપાલનાં 1પ1 મિલિયન, માયહેરિટેજનાં 92 મિલિયન, શેરધીસનાં 41 મિલિયન, સહિતના વપરાશકારોની જાણકારીઓ ચોરાઈને ડાર્કવેબમાં ખુલ્લેઆમ વેચાઈ રહી છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer