કૅગ રિપોર્ટની હાઈલાઈટ્સ

  • રાફેલ વિમાનના સોદામાં કિંમત અગાઉની વાટાઘાટો કરતાં 2.86 ટકા ઓછી છે.
  • સંરક્ષણ મંત્રાલયે 2007ની તુલનામાં 36 વિમાનનો સોદો 9 ટકા સસ્તો પડતો હોવાના કરેલા દાવાથી વિરોધાભાસી તારણ કેગે આપ્યું.
  • રાફેલના કરારમાં 14 સાજસામાનનાં 6 પેકેજનો સમાવેશ થાય છે. આમાં સાત સાધન - સરંજામની કિંમત અગાઉ કરતાં વધારે છે.
  • મૂળ વિમાન સહિતની ત્રણ આઈટમ અગાઉની કિંમતે જ ખરીદાઈ છે. જ્યારે ચાર ચીજોની ખરીદી અગાઉ કરતાં ઓછા ભાવે થઈ છે.
  • જૂના કરાર કરતાં નવા સોદામાં વિમાન વહેલા મળી જશે.
  • કાનૂન મંત્રાલયની ભલામણ મુજબ સંરક્ષણ મંત્રાલયે ફ્રાન્સની સરકાર પાસેથી ગેરેન્ટી માગેલી પણ તેની સામે ફક્ત આશ્વાસન પત્ર જ મળ્યો.
  • ટેક્સ સહિતની ચુકવણી માટે વિશેષ એવા એક્રો એકાઉન્ટની માગણી કરવામાં આવેલી પણ ફ્રાન્સ સરકાર તેનાં માટે તૈયાર ન થઈ.
  • અગાઉના સોદામાં ગેરેન્ટી - વોરન્ટીની જોગવાઈ હતી પણ 2016ના કરારમાં તેનો ખર્ચ ઉમેરાવા છતાં આવો કોઈ લાભ મળ્યો નથી. જેના હિસાબે ડસોલ્ટ એવિયેશનને મળનારો વધારાનો લાભ ભારતને મળે તેમ નથી.
  • ભારત અનુરૂપ જે ચાર યાંત્રિકી સુધારા કરાવવામાં આવી રહ્યા છે તે હવાઈદળ અનુસાર હવે આવશ્યક નથી.
  • ખરીદ પ્રક્રિયામાં એએસક્યુઆરમાં વારંવાર ફેરફાર થતાં વિલંબ થયો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer