મોદીનો મુકાબલો રાહુલ સાથે : પ્રિયંકા ગાંધી

મોદીનો મુકાબલો રાહુલ સાથે : પ્રિયંકા ગાંધી
પતિ વડરા મુદ્દે પણ મૌન તોડયું
નવી દિલ્હી, તા.13 : આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ થઈ ચૂકી છે. પ્રિયંકા ગાંધીના રાજકારણમાં આગમને અલગ જ રાજકીય માહોલ બન્યો છે. જો કે પ્રિયંકાએ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે પીએમ મોદીનો મુકાબલો રાહુલ ગાંધી સાથે જ છે.
મીડિયા વાતચીતમાં પ્રિયંકાએ કહ્યું કે વડાપ્રધાન મોદી સાથે મારો કોઈ મુકાબલો નથી. રાહુલજી સાથે મોદીજીનો મુકાબલો છે અને તેઓ લડી રહ્યા છે. પ્રિયંકાના નિવેદનથી એ સ્પષ્ટ થયું છે કે તેને માત્ર કોંગ્રેસની નૌકા પાર કરાવવાની જવાબદારી છે.
પતિ રોબર્ટ વાડરાની ઈડીથી પૂછતાછ મામલે પણ તેમણે મૌન તોડતાં કહ્યું કે આવી બધી ચીજો ચાલતી રહેશે. હું મારું કામ કરતી રહીશ. મને આ બધાથી કોઈ ફરક પડતો નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer