કુંભમાં અમિત શાહ : સંગમમાં ડૂબકી

કુંભમાં અમિત શાહ : સંગમમાં ડૂબકી
પ્રયાગરાજ, તા. 13: કુંભ મેળામાં પ્રયાગ રાજ પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આજે પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી હતી. એક દિવસીય પ્રવાસ ઉપર પ્રયાગરાજ પહોંચેલા અમિત શાહની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા હતા. તેઓએ પણ ડૂબકી લગાવી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોરે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને સંગમ નૌઝ ઉપર ત્રિવેણીમાં સાધુ સંતોની સાથે ડૂબકી લગાવી હતી. અમિત શાહે આ પહેલા ગંગા આરતીમાં ભાગ લીધો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer