સત્યમેવ જયતે : જેટલી

સત્યમેવ જયતે : જેટલી
કૉંગ્રેસે કહ્યું, કૅગ સરકારનાં દબાણમાં, કિંમત છુપાવી
નવીદિલ્હી, તા.13: રાફેલ સોદામાં મોટું કૌભાંડ આચરાયું હોવાના કોંગ્રેસના દાવા અને આક્ષેપો વચ્ચે આજે સંસદમાં રજૂ થયેલા કેગના અહેવાલને પગલે મોદી સરકાર અને ભાજપને મોટી રાહત થઈ છે. બીજીબાજુ કેગના અહેવાલમાં રાફેલ વિમાનની કિંમત જાહેર ન થતા કોંગ્રેસને વધુ એકવાર કિંમત છૂપાવાતી હોવાનો ટોણો મારવાનો મોકો મળી ગયો હતો. 
કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ કેગનાં તારણો બહાર આવ્યા બાદ કોંગ્રેસ ઉપર ધગધગતો પ્રહાર કરતાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ પણ ખોટી અને કેગનો અહેવાલ પણ ખોટો. માત્ર પરિવારવાદ જ સાચો હોય તેવું કેમ માની લેવાય ? તેમણે કહ્યું હતું કે કેગના અહેવાલથી મહાજૂઠ બંધનનો ચહેરો બેનકાબ થયો છે. જેટલીએ ટ્વિટર ઉપર લખ્યું હતું, સત્યમેવ જયતે... રાફેલ મુદ્દે કેગના અહેવાલમાં પુષ્ટિ મળી છે કે સત્યની જ જીત થાય છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ કહ્યું હતું કે યુપીએ કરતા એનડીએનો સોદો સારો હોવાનું પૂરવાર થઈ ગયું છે.
કેગના આ અહેવાલ પછી પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમે નવેસરથી સરકાર ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે કોંગ્રેસના આરોપ સાચા સાબિત થઈ રહ્યા છે. કેગના અહેવાલમાં કોઈ જ બેન્ક ગેરેન્ટી ન મળી હોવાનો ઉલ્લેખ છે. કોંગ્રેસના સાંસદ સંદીપ ભટ્ટાચાર્યે કહ્યું હતું કે કેગના રીપોર્ટમાં વિમાનના ભાવનો ઉલ્લેખ નથી અને સરકારનાં દબાણમાં અહેવાલ બન્યો હોય તેવું લાગે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer