મેટ્રો-3 : પાલી મેદાનથી ઍરપોર્ટ સુધીના ભૂગર્ભીકરણનું કામ પૂર્ણ

મેટ્રો-3 : પાલી મેદાનથી ઍરપોર્ટ સુધીના ભૂગર્ભીકરણનું કામ પૂર્ણ
મુંબઈ, તા. 13 : કોલાબા-બાંદરા-સિપ્ઝ સુધીના મેટ્રો-3 પ્રોજેક્ટનો પાલી મેદાનથી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ સુધીના મહત્ત્વપૂર્ણ માર્ગના ત્રીજા તબક્કાનું ભૂગર્ભીકરણ બુધવારે પૂર્ણ કરવામાં આવ્યું હતું અને એ માટે એક ખાસ સમારંભ પણ યોજાયો હતો.
આ સમારંભ ટર્મિનસ ટુ ખાતે યોજાયો નહોતો. 150 નિષ્ણાત એન્જિનિયરો, ટેક્નિકલ એક્સપર્ટસ અને કુશળ કામગારોની મહેનતને લીધે પેકેજ સાતનો ડાઉન માર્ગ પર 1.31 કિલોમીટરનો ભૂગર્ભ માર્ગ તૈયાર કરાયો છે.
આ માર્ગના ભૂગર્ભીકરણનું કામ બીજી એપ્રિલ 2018ના શરૂ કરવામાં આવ્યું હતું. રોજ 4.12 મીટર વિસ્તારનું ભૂગર્ભીકરણ કરવામાં આવતું હતું. વેનગંગા-થ્રી નામના ચીનથી આવેલા બોરિંગ મશીનથી ભૂગર્ભીકરણનું કામ ચાલતું હતું. આ બોરિંગ મશીન 12 મીટર લાંબુ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer