બેસ્ટની 10 જૂની બસો મોબાઈલ ટૉઈલેટમાં ફેરવાશે

મુંબઈ, તા. 14 : બેસ્ટને તંગ નાણાકીય સ્થિતિમાંથી કાઢવાનું ભારે કઠિન હોવાનું જોતાં બીએમસી તેની જૂની ખખડેલી 10 બસને હરતાંફરતાં ટૉઈલેટમાં ફેરવવા યોજના ઘડી રહી છે. જે શહેરમાં ટ્રાફિક `જામ' થઈ ગયો હોય તેમાં અટવાયેલાઓ માટે ઉપયોગી બની રહેશે. બેસ્ટની જૂની બસો રૂા. ત્રણ લાખ આસપાસની કિંમતે ઓક્શનમાંથી મેળવાશે
એવું માહિતગાર સાધનોએ જણાવ્યું હતું.
જો આ દરખાસ્ત મંજૂર થઈ તો આ હરતાંફરતાં ટોઈલેટ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને અન્ય માર્ગોમાં ઉપલબ્ધ રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer