આવકવેરાના કમિશનરને 7 વર્ષની જેલ

દહેરાદૂન, તા. 14 : સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આવકવેરા કમિશનરને 14 વર્ષ જૂના વિષમ પ્રમાણ એસેટ્સના કેસ સંદર્ભે સાત વર્ષની સખત જેલની સજા ફરમાવી છે.
સીબીઆઈ કોર્ટના સ્પેશિયલ ન્યાયમૂર્તિ સુજાતા સિંઘે સિનિયર ઇન્ડિયન રેવન્યૂ અૉફિસર શ્વેતાભ સુમનને રૂા. 3.5 કરોડનો દંડ ફટકાર્યો છે. સુમન પ્રિવેન્ટેશન અૉફ કરપ્શન ઍક્ટની કલમ 11, 13 (2) અને 13(1) (ઈ) હેઠળ તકસીરવાર ઠરાવાયો છે.
વધુમાં સુમનની 90 વર્ષની વૃદ્ધ માતા ગુલાબદેવીને એક વર્ષની જેલ, તો તેના બનેવી અરુણકુમાર સિંઘ અને તેના નજીકના સહભાગી રાજેન્દ્ર વિક્રમ સિંઘને ચાર વર્ષની જેલની સજા કરી છે. આ ત્રણે આઈસીસીની કલમ 109 હેઠળ તકસીરવાર ઠર્યાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer