શિવસેનાના લોકસભાના સંભવિત ઉમેદવારો મૂંઝવણમાં

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્ર સહિત દેશમાં લોકસભાની ચૂંટણીના નગારાં વાગવાં માંડયાં છે. જોકે શિવસેનાના ઉમેદવારો સમક્ષ  એવો પ્રશ્ન ઊભો થયો છે કે 2019ની ચૂંટણી સ્વબળે લડીએ તો ખર્ચ કરવાના નાણાં ક્યાંથી કાઢીશું.
2014ની સરખામણીમાં આ વખતે ચૂંટણીખર્ચ પણ વધી જશે. 2014માં ભાજપ સાથે યુતિ કરી હોવાથી શિવસેનાને એટલો ચૂંટણી ખર્ચ થયો નહોતો. કેન્દ્ર અને રાજ્યમાં સત્તા પર રહેનાર ભાજપ પાસે તોતિંગ ફંડ છે તેથી તે 2019ની ચૂંટણીમાં ચોક્કસ નાણાં ખર્ચશે. પરંતુ શિવસેના એનો સામનો કેવી રીતે કરશે.
લોકસભાની તૈયારી માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે માતોશ્રી અને શિવસેના ભવનમાં સંસદસભ્યો, નેતા અને પદાધિકારીની બેઠક લે છે. અમુક ઉમેદવારોનાં નામ પણ ફાઈનલ થયાં છે પરંતુ સંભવિત ઉમેદવારોનો પ્રશ્ન એ છે કે ચૂંટણી ખર્ચ માટેનાં નાણાં ક્યાંથી લાવવા? ચૂંટણી પંચે ચૂંટણી ખર્ચ માટે 70 લાખ રૂપિયાની ટોચમર્યાદા રાખી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer