દિલ્હીની આર્ચિઝ ફેક્ટરીમાં આગ : લાખોનો સામાન ખાખ

નવી દિલ્હી, તા. 14 : દિલ્હીમાં છેલ્લા 3 દિવસમાં આગની આ ત્રીજી ઘટના બની છે. ગુરુવારે સવારે નારાયણ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગને નિયંત્રણ કરવા 23 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગ સવારે સાત વાગ્યાની આસપાસ લાગી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે, જ્યાં આગ લાગી છે તે આર્ચિઝની ફેક્ટરી છે. આગમાં લાખોનો સામાન ખાખ થઈ ગયો છે. આ પહેલાં દિલ્હીના કરોલબાગમાં આવેલા અર્પિત પેલેસ હૉટલમાં મોડી રાતે આગ લાગી હતી. તેમાં 17 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે બુધવારે દિલ્હીની પશ્ચિમપુરી વિસ્તારમાં ભીષણ આગના કારણે 250 ઝૂપડાં સળગીને ખાખ થઈ ગયાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer