વૅલેન્ટાઈન ડે નિમિત્તે શહેરમાં પોલીસ બંદોબસ્ત

વૅલેન્ટાઈન ડે નિમિત્તે શહેરમાં પોલીસ બંદોબસ્ત
મુંબઈ, તા. 14 : વૅલેન્ટાઈન ડે પર યુવાપેઢીનો ઉત્સાહ સંસ્કૃતિ રક્ષકોના વિરોધને લઈ અનિચ્છનીય વળાંક લે નહીં તે માટે મુંબઈ પોલીસે આજે સાર્વજનિક સ્થળોએ કડક બંદોબસ્ત મૂક્યો છે. વૅલેન્ટાઈન ડેનો વિરોધ કરનારાં વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ પર ચાંપતી નજર રાખવાનો આદેશ પણ પોલીસને આપવામાં આવ્યો છે. ચોપાટી, સમુદ્રકિનારા, કૉલેજો, બગીચા એવાં સાર્વજનિક સ્થળોએ વિશેષ પેટ્રોલિંગ કરવાનો આદેશ બધાં પોલીસ સ્ટેશનોને આપવામાં આવ્યો છે.
વૅલેન્ટાઈન ડે નિમિત્તે શુભેચ્છા પત્રકો અને ભેટવસ્તુઓ વેચનારી દુકાનો નજીક પણ વિશેષ
પેટ્રોલિંગ કરાશે. વૅલેન્ટાઈન ડે ઊજવવો એટલે ભારતીય સંસ્કૃતિની ઘોર અવગણના કરવી એમ કહીને અનેક સંગઠનો આ દિવસનો વિરોધ કરે છે. પ્રેમી યુગલોને નિશાન બનાવી તેઓની મારપીટ કરે છે, યુવતીઓની છેડતી પણ કરે છે અને દહેશતનો માહોલ ઊભો કરાતો હોય છે. તેઓને પહોંચી વળવા પણ મુંબઈ પોલીસે પૂરતી તૈયારી કરી હોવાનું જાણવા મળે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer