સોનુ સૂદે આંધ્ર પ્રદેશના ખેડૂતને મોકલ્યું ટ્રેકટર

સોનુ સૂદે આંધ્ર પ્રદેશના ખેડૂતને મોકલ્યું ટ્રેકટર
કોવિડ-19ની મહામારીમાં અભિનેતા સોનુ સૂદ જરૂરિયાતમંદોના તારણહાર તરીકે છવાઈ ગયો છે. દેશના વિવિધ ભાગમાંથી સહાય માટે કરવામાં આવતી વિનંતીનો તે તાબડતોબ જવાબ આપે છે. તેણે પ્રપ્રાંતોયને વતન પહોંચાડયા છે અને જરૂરી અન્ય મદદ કરીછે તાજેતરમાં એક વિડિયોમાં એક ખેડૂતે પોતાની દીકરીને હળે જોડી હોવાનું જોવા મળતાં સોનુનું હૃદય દ્રવી ઊઠયું હતું અને તેણે તે દીકરીની મુસીબત ઓછી કરવા માટે ટ્રેકટર મોકલવાનું વચન આપ્યું હતું. થાકયા કે કંટાળ્યા વગર જરૂરિયાતમંદોને મદદ કરતા સોનુએ વચન આપ્યા અનુસાર આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં રહેતા ખેડૂતને ટ્રેકટર પહોંચાડયું છે. આ સહાય કર્યા બાદ પોતાના આનંદને વ્યક્ત કરતા સોનુએ ટ્વીટ કર્યું હતું કે, તેમના જીવનમાં આ પરિવર્તન લાવી શકયો તેનો આનંદ છે. દરેકે આગળ આવીને દેશના ખેડૂતોને બચાવવા જોઈએ એ સમય આવી ગયો છે. 
આની પહેલાં સોનુ અન્ય એક ગરીબ ગ્રામીણની મદદે પહોંચ્યો હતો જેણે દીકરો ઓનલાઈન અભ્યાસ કરી શકે તે માટે ગાય વેચીને મોબાઈલ ફોન ખરીદ્યો હતો. આ સમાચાર મળતાં જ સોનુએ ટ્વીટ કર્યું હતું કે, આ માણસને એની ગાય પાછી અપાવી દઈએ. કોઈની પાસે તેની વધુ માહિતી હોય તો મને મોકલે. તેના આવા કાર્યોને લીધે જ ચાહકો તેના પર ઓવારી ગયા છે. 
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer