હવે આમિર ખાન રમશે ટેબલ ટેનિસ

હવે આમિર ખાન રમશે ટેબલ ટેનિસ
બૉલીવૂડમાં આમિર ખાન એથ્લેટિક કલાકાર છે. તેનો રમતગમત પ્રત્યેનો ઝુકાવ ફિલ્મ દંગલમાં જોવા મળે છે. આ ફિલ્મમાં પહેલવાન પિતા તરીકેના તેના પાત્રની ભારે પ્રશંસા થઈ હતી અને તે માટે તેણે નિષ્ઠાથી તાલીમ લીધી હતી અને શરીરને પણ એ રીતે તૈયાર કર્યું હતું. હવે તેની આગામી ફિલ્મ લાલસિહ ચઢ્ઢામાં પણ તે ટેબલ ટેનિસ રમતો જોવા મળશે. હોલીવૂડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ પરથી બની રહેલી આ ફિલ્મમાં આમિરનું પાત્ર ટેબલ ટેનિસ રમે છે. 
ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું પચાસ ટકા શાટિંગ બાકી છે. હવે લૉકડાઉન પૂરું થતાં જ તેનું શાટિંગ શરૂ થશે. આ માટે 35-40 વર્ષના શીખ કલાકારની શોધ ચાલે છે જે શારીરિક રીતે એકદમ તંદુરસ્ત હોય અને તેને ટેબલ ટેનિસ રમતા આવડતું હોય. આ દૃશ્યોનું શાટિંગ ઈનડોર થવાનું હોવાથી સાવધાની સાથે કરી શકાશે. આમિર ટેબલ ટેનિસનો ખેલાડી છે. તેણે અલ્ટિમેટ ટેબલ ટેનિસ ચેલેન્જના પ્રમોશનની ટીવી જાહેરખબરમાં પણ કામ કર્યું છે. આ જાહેરખભરમાં તે કહે છે કે મેં રમતગમત સંબંધિત ઘણી ફિલ્મો કરી છે અને સંબંધિત રમત રમતા ન આવડતી હોય તો ખેલાડી દેખાવું શકય નથી. 
આ ઉપરાંત ભૂતકાળમાં આમિર કેટલીક ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પણ હાજર રહ્યો હતો અને જિમખાનામાં આ રમત પર હાથ અજમાવતો રહે છે. અભિનેતાએ ફિલ્મ અવ્વલ નંબર અને લગાનમાં ક્રિકેટરનું, જો જીતા વહી સિકંદરમાં સાઈકલિસ્ટનું અને ગુલામમાં બોક્સરનું પાત્ર ભજવ્યું હતું. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેણે અભિનય ક્ષેત્રએ પ્રવેશવાનો નિર્ણય કર્યો તે અગાઉ રાજય કક્ષાનો ટેનિસ ખેલાડી હતો. તેને સ્કવૉશ રમતા પણ આવડે છે. 
ફિલ્મ લાલાસિંહ ચઢ્ઢાના દિગ્દર્શક અદ્વૈત ચંદન છે અને તેમાં આમિર સાથે અભિનેત્રી કરીના કપૂર જોવા મળશે.    
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer