રાજકુમાર રાવની `છલાંગ'' પણ ડિજિટલી રિલીઝ થશે

રાજકુમાર રાવની `છલાંગ'' પણ ડિજિટલી રિલીઝ થશે
દિગ્દર્શક હંસલ મહેતાની ફિલ્મ છલાંગ થિયેટર શરૂ્ થવાની રાહ જોવાને બદલે એમેઝોન પ્રાઈમ પર રજૂ થશે. ફિલ્મના લેખક અસીમ અરોરા છે અને તેમાં રાજકુમાર રાવ તથા નુસરત ભરુચાની જોડી અભિનય કરતચી જોવા મળશે. આ ફિલ્મનું અગાઉનું શીર્ષક તુરર્મ ખાન હતું. તેમાંથી હવે છલાંગ કરી નાખ્યું છે. આ વિશે વાત કરતા લેખક અસીમે જણાવ્યું હતું કે, અમે પટકથા લખવાનું પૂરું કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આમાંથી ઊંડો અર્થ નીકળે છે જે તુરર્મ ખાન શીર્ષકમાં પ્રતિબીંબીત થતો નથી. આથી અમે છલાંગ શીર્ષક રાખ્યું જે સ્ટોરી સાથે બંધબેસે છે. 
છલાંગ ફિલ્મના સ્પોર્ટ્સ અને એજયુકેશનની આસપાસ વણાયેલી કથઆ છે. રાજકુમા રરાવ હરિયાણાના એક ગામની શાળામાં પીટી ટીચર હોય છે. જો કે, તે પોતાના વ્યવસાય માટે ગંભીર હોતો નથી પરંતુ એક દિવસ જે ઘટના બને છે તે જોઈને તેનું હૃદય પરિવર્તન થાય છે. તે ઘટના તેને પ્રીતિતી કરાવે છે કે જીવનમાં રમતગમત અને શિક્ષણ એકસમાન મહત્ત્વ ધરાવે છે અને આ સંસ્કારનું સીંચન દરેક બાળકના જીવનમાં કરવું જોઈએ જેથી તે દુનિયાનો સામનો કરવા સશક્ત બને. 
ફિલ્મ છલાંગની જાહેરાત 2018ના ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી હતી અને 2020ના જાન્યુઆરી મહિનામાં તેને થિયેટરમાં રજૂ કરવાની હતી. પરંતુ 2020ના આરંભે ફિલ્મની રીલિઝ લંબાવીને માર્ચ મહિનામાં કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યાર બાદ તો કોવિડ-19ની મહામારી આવી અને થિયેટરો બંધ થયા. હવે આ ફિલ્મ એમેઝોન પરાઈમ પર રજૂ થશે પરંતુ તેની ચોક્કસ તારીખ જણાવવામાં આવી નથી. અસીમે કહ્યું કે ટૂંક સમયમાં જ રજૂઆતની તારીખ જાહેર કરવામાં આવશે. 
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer