સારા અલી ખાન `અતરંગી રે''નું શાટિંગ કરવા આતુર

સારા અલી ખાન `અતરંગી રે''નું શાટિંગ કરવા આતુર
આનંદ એલ. રાયની અતરંગી રે ફિલ્મ મળતાં જ અભિનેત્રી સારા અલી ખાનને જેકપોટ લાગ્યાની અનુભૂતિ થઈ હતી. જુદી જુદી સંસ્કૃતિની બે વ્યક્તિ પ્રેમમાં પડે ત્યારે કેવી મુશ્કેલી થાય છે તેની કથા આ ફિલ્મમાં છે. નાયિકા તરીકે સારા છે જયારે નાયકના બે પાત્ર છે જેમાં અક્ષય કુમાર અને ધનુષ છે. અ7ય અને ધનુષ જેવા ટેલેન્ટડ અને સફળ કલાકારો સાથે અભિનય કરવા માટે સારા થનગની રહી છે. ફિલ્મનું પ્રથમ શિડયુલ વારાણસીમાં થઈ ગયું છે. જયારે હવે બીજું શિડયુલ ઓકટોબર મહિનામાં મદુરાઈમાં યોજાશે. લૉકડાઉનને લીધે ફિલ્મના શાટિંગમાં વિલંબ થયો છે પરંતુ ફિલ્મમેકર્સ ઓકટોબરથી ત્રણ મહિના માટે શાટિંગ કરવા તૈયાર છે. આમાં પહેલાં મદુરાઈમાં પછી દિલ્હી અને છેલ્લે મુંબઈમાં શાટિંગ થશે. આમાં અક્ષયે સળંગ એક મહિનાથી પણ વધુ સમય શાટિંગ કરશે. સારાએ જમાવ્યું હતું કે, અક્ષય અને ધનુષ જેવા કલાકારો પાસેથી ઘણું શીખવાનું છે. વળી તેઓ સ્વભાવે એકદમ રમૂજી હોવાથી તેમની સાથે કામ કરવાની મજા આવશે. હું તો અતરંગી રેનું શાટિંગ કરવા આતુર છું. 
આનંદે જણાવ્યું હતું કે, લૉકડાઉનના સમયમાં મેં અતરંગી રેના શાટિંગ માટેની બધી જ તૈયાર કરી લીધી છે. હું સુરક્ષાના તમામ ઉપાયો સાથે શાટિંગ શરૂ કરવા તૈયાર છું. 
નોંધનીય છે કે ફિલ્મના સંગીતકાર એ. આર. રહેમાન અને હીતકાર ઈરશાદ કામિલ છે. કલર યલો પ્રોડકશન નિર્મિત આ ફિલ્મના લેખક હિમાંશુ શર્મા છે. 
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer