અૉલિમ્પિક ચૅમ્પિયન જુરેઇને હાર આપવી કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ : સિંધુ

અૉલિમ્પિક ચૅમ્પિયન જુરેઇને હાર આપવી કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ : સિંધુ
મુંબઇ, તા.27: વર્લ્ડ ચેમ્પિયન ભારતની સ્ટાર શટલર પીવી સિંધુનું માનવું છે કે 2012માં ચાઇના ઓપનમાં ત્યારની ઓલિમ્પિક ચેમ્પિયન લી જુરેઇને હાર આપવી તેની કેરિયરનો ટર્નિંગ પોઇન્ટ બની રહ્યો. સિંધુએ અહીં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ લેવલે મારી કારકિર્દીની શરૂઆત નિરાશાજનક રહી હતી. હું પહેલા રાઉન્ડમાં કે બીજા રાઉન્ડમાં હારી જતી હતી. હું સખત મહેનત પણ કરી રહી હતી, પણ પરિણામ મળતું ન હતું. ત્યારે મારી કેરિયરનો ટર્નિંગ પોઇન્ટ આવ્યો. મેં 2021માં લી જુરેઇને હાર આપી. ત્યારે તે ઓલિમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ હતી. તેની સામેના વિજયથી મારો આત્મવિશ્વાસ ઉંચકાયો. મેં વધુ મહેનત કરી અને રમતમાં સતત સુધારો કર્યોં. 
આ પછી પીવી સિંધુએ અનેક સફળતા મેળવી. તેના નામે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પાંચ મેડલ છે. જેમાં બે બ્રોન્ઝ અને બે સિલ્વર છે. ગયા વર્ષે તેણીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત રિયો ઓલિમ્પિકમાં સિંધુએ સિલ્વર મેડલ કબજે કર્યોં હતો. સિંધુ કહે છે કે કોરોના મહામારી દરમિયાન લોકડાઉનમાં તે ઘરમાં જ પ્રેકટીસ કરતી હતી. આ દરમિયાન રસોઇ અને ચિત્રકામ પણ કરવાનો પણ મોકો મળ્યો હતો.
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer