ઇંગ્લૅન્ડના વિજય આડે વરસાદનું વિધ્ન

ઇંગ્લૅન્ડના વિજય આડે વરસાદનું વિધ્ન
399 રનના વિજય લક્ષ્યાંક સામે વેસ્ટ ઇન્ડિઝે 10 રનમાં બે વિકેટ ગુમાવી
માંચેસ્ટર તા.27: ત્રીજા ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ ઇંગ્લેન્ડના વિજય આડે વરસાદનું વિધ્ન સજાર્યું હતું. આજે મેચના ચોથા દિવસે ચાના સમય સુધીની રમત વરસાદમાં ધોવાઇ ગઇ હતી. ઇંગ્લેન્ડને ત્રીજો ટેસ્ટ અને 2-1થી શ્રેણી જીત માટે વેસ્ટ ઇન્ડિઝની 8 વિકેટની જરૂર છે. 399 રનના વિજય લક્ષ્યાંક સામે વિન્ડિઝે ગઇકાલે ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે 10 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આથી તેના પર શ્રેણી પરાજયનો ખતરો તોળાઇ રહયો છે. બન્ને વિકેટ બ્રોડે લીધી હતી. 
ઇંગ્લેન્ડે તેનો બીજો દાવ ગઇકાલે બે વિકેટે 226 રને ડિકલેર કર્યોં હતો. તેને પહેલા દાવમાં 172 રનની સરસાઇ પ્રાપ્ત થઇ હતી. આથી વિન્ડિઝને 399 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી રોરી બર્ન્સે 90, સિબ્લેએ 56 અને સુકાની જો રૂટે ઝડપી 68 રન કર્યાં હતા. ઇંગ્લેન્ડના પહેલા દાવમાં 369 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝનો પહેલા દાવમાં 197માં ધબડકો થયો હતો.
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer