એમએસએમઈને મદદરૂપ થવા બીઆઈએસ દ્વારા `નો યોર પ્રોડક્ટ'' અભિયાન

નવી દિલ્હી, તા. 27 :  સૂક્ષ્મ, નાના અને મધ્યમ એકમો (એમએસએમઈ)ને સહાયભૂત થવા અને તેમને વ્યવસાયમાં પ્રોત્સાહન આપવાના હેતુથી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ (બીઆઇએસ) દ્વારા ` નો યોર પ્રોડક્ટ` અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.  
આ અભિયાન અંતર્ગત વિવિધ ઉદ્યોગો દ્વારા આઈએસઆઈ માર્ક (બીઆઈએસ) પ્રમાણપત્ર મેળવવા માટે કયા ધોરણોનું પાલન કરવામાં આવે છે તેની માહિતી એમએસએમઈ એકમોને આપવામાં આવશે, એમ બીઆઈએસના ડેપ્યુટી ડિરેન્ટર જનરલ (પોલિસી રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ) એન કે કંસરાએ જણાવ્યું છે.  
ઘરેલું પ્રેશર કૂકર, સિંચાઈના સાધનો, સ્ટ્રક્ચરલ સ્ટીલ, પાવર બેન્ક અને એડાપટર, એલઈડી લેમ્પસ, ડિપોઝીબલ સર્જિકલ રબર ગ્લોવસ, રોડ ટ્રાન્સપોર્ટ માટેના સેફટી ગ્લાસ વગેરેના ઉત્પાદન માટે છ પ્રશિક્ષણ અને માર્ગદર્શન સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.  
આ શ્રેણીનું ઉદ્ઘાટન એન કે કંસરાએ કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન થયો હતો. આ સમયે બીઆઈએસના ટેક્નિકલ વિભાગોના વડા અને સમિતિ સભ્યો ઉપસ્થિત રહયા હતા.  
આઈએસઆઈ માર્ક મેળવવા માટે ક્યા સુધારા કરવા તે વિશે સૂચનો પણ આ સત્રો દરમિયાન થયા હોવાનું કંસરાએ જણાવ્યું હતું.
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer