ટૅમ્પરેટર માપવા, હાથ ધોવા, સેનિટાઇઝર માટે સેન્સર આધારિત ટેક્નિક

મુંબઈ, તા 27 : પ્રભાદેવી, વરલી, મહાલક્ષ્મી, લોઅર પરેલ વગેરે વિસ્તારોનો જેમાં સમાવેશ થાય છે એવા મહાપાલિકાના જી-દક્ષિણ વૉર્ડ અૉફિસમાં સેન્સર આધારિત થર્મોમીટર, સેન્સર અને ટાઇમરના આધારે કામ કરતા હાથ ધોવાના મશીન અને આજ પદ્ધતિએ કામ કરતા સેનેટાઇઝર મશીન બેસાડવામાં આવ્યા છે. અૉફિસમાં લાવવામાં આવતી તમામ ફાઇલો પણ એન્ટ્રન્સ પર મુકાયેલા અલ્ટ્રા-વાયોલેટ કિરણોથી જંતુમુક્ત કરવામાં આવે છે. અૉફિસના શૌચાલયમાં અૉટોમેટિક સેનેટાઇઝર્સ મુકવામાં આવ્યા છે. એટલે સમયાંતરે શૌચાલય અૉટોમેટિક સેનેટાઇઝ થાય છે. આમાંના મોટાભાગના મશીનોની ડિઝાઇન મહાપાલિકાના એન્જાનિયરોએ તૈયાર કરી છે. 
જી-દક્ષિણ વૉર્ડમાં 3.89 લાખ જેટલી વસતિ છે. આ વૉર્ડની અૉફિસ પ્રભાદેવી સ્ટેશન પાસે એન. એમ. જોશી માર્ગ પર આવેલી છે. આ અૉફિસની બિલ્ડિગમાં અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ કરી કોવિડ સામેના સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ અભિનવ યોજનાને સમજવા માટે છેલ્લા થોડા દિવસોમાં અનેક કોર્પોરેટ કંપનીઓ, ખાનગી સંસ્થાના પ્રતિનિધિઓ પાલિકાની વૉર્ડ અૉફિસની મુલાકાત લીધી છે. 
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer