વધુ પડતા ચાર્જ વસુલતી બોરીવલીની ચાર હૉસ્પિટલ કોવિડ-19ના દરદીઓની સારવાર નહીં કરી શકે

મુંબઈ, તા 27 : બોરિવલીની ચાર ખાનગી હૉસ્પિટલ વિરૂદ્ધ વધુ પડતા ચાર્જ વસુલવા અંગેની અનેક ફરિયાદો મળ્યા બાદ તેમના કોવિડ-19 ટ્રીટમેન્ટની સુવિધા આપતી હૉસ્પિટલ તરીકેના સ્ટેટસ પાછા લઈ લેવાયા છે. 
આર-મધ્ય વૉર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ભાગ્યશ્રી કાપસેએ જણાવ્યું કે, ચંદાવરકર લેન અને બાભઈ ખાતે આવેલી એપેક્સ હૉસ્પિટલ, ગોરાઈ-1 સ્થિત મંગલમૂર્તિ હૉસ્પિટલઅને કલેક્ટર અૉફિસ પાસે આવેલી ધનશ્રી હૉસ્પિટલછેલ્લા બે મહિનાથી કોરોના વાઇરસ સામેની લડતમાં સામેલ થઈ હતી, તેમના વિરૂદ્ધ સુરક્ષાના નિયમોના ભંગ કરવાની પણ ફરિયાદ છે. અમને એપેક્સ હૉસ્પિટલ ઉપરાંત ધનશ્રી હૉસ્પિટલ વધુ પડતા બિલ વસુલતી હોવાની છ ફરિયાદો મળી હતી. તો મંગલમૂર્તિ હૉસ્પિટલમાં જે રસ્તે કોવિડ-19ના દરદીઓને જવાની પરવાનગી હતી ત્યાંથી અન્યોને પણ દાખલ થવાની પરવાનગી અપાતી હોવાનું પાલિકાના અધિકારીઓને જાણવા મળ્યું હતું. આને કારણે કોવિડ ફેલાવાનું જોખમ વધે છે. 
ચારેય હૉસ્પિટલ મળીને 70 કોવિડ-19 બેડ છે. આર-મધ્યમાં 25 જુલાઈ સુધીમાં 4994 કેસ નોંધાયા હતા અને શહેરના સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ વૉર્ડમાંનો એક છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.વી. શંકરવારે તેમના બૉસ આઇ. એસ. ચહલની વાતનું પુનરાવર્તન કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે ચાર હૉસ્પિટલની ગેરહાજરીમાં આરોગ્ય અંગેની માળખાકીય સુવિધા પર કોઈ અસર નહીં થાય. આ મહિનાની શરૂઆતમાં ચહલે જણાવ્યું હતું કે શહેરમાં 7 હજાર બેડ હજુ ખાલી છે. 
સરકારે કોવિડ-19ની સારવાર માટેના ચાર્જ પર ટોચમર્યાદા લગાવી છે જે 31 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. આ મર્યાદા હોસ્પિટલના 80 ટકા બેડને લાગુ પડે છે. જ્યારે બાકીના વીસ ટકા બેડ માટે હૉસ્પિટલતેમના હિસાબે ચાર્જ વસુલી શકે છે. પરંતુ પાલિકાને જાણવા મળ્યુ છે કે ઘણીહૉસ્પિટલખોટા કારણોસર દરદી પાસે વધુ પૈસા વસુલતી હોય છે. આને પગલે પાલિકાએ નિયુક્ત કરેલા અૉડિટર્સ આ પ્રકારની ફરિયાદોની તપાસ કરે છે.  
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer