ઐશ્વર્યા-આરાધ્યાને હૉસ્પિટલમાંથી રજા અપાઈ

મુંબઈ, તા. 27 : અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચન અને તેની પુત્રી આરાધ્યાને આજે હૉસ્પિટલમાંથી રજા અપાઈ હતી. બન્નેનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવતા તેમને પાર્લાની નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અભિષેક બચ્ચને પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેકનો રિપોર્ટ હજુ નેગેટિવ ન આવ્યો હોવાથી તેઓ નાણાવટી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ઐશ્વર્યા અને આરાધ્યાને 17 જુલાઈએ તાવ આવતા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer