ઔરંગાબાદમાં મેગા ફૂડ પાર્ક બનાવવાની યોજના : સુભાષ દેસાઇ

ઔરંગાબાદ, તા. 27 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકાર ઔરંગાબાદ જિલ્લામાં દિલ્હી-મુંબઇ ઔદ્યોગિક કોરિડોર (ડીએમઆઈસી)ના બિડકિન વિસ્તારમાં 71 એકર વિસ્તારમાં ફૂડ પાર્ક બનાવવાની યોજનામાં છે, કેટલીય કંપનીઓ રોકાણ માટે સંપર્ક કરી રહી છે, એમ રાજ્યના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઇએ જણાવ્યું હતું.   
આ વિસ્તારના કૃષિ આધારિત ઉદ્યોગોને વેગ આપવા માટે આ વર્ષની શરૂઆતમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા આ યોજનાની ઘોષણા કરવામાં આવી હતી. અમે ફૂડ પાર્ક માટે મોટી કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. હાલમાં તે આયોજનના તબક્કે છે. એક વિદેશી કંપની અને અનેક સ્થાનિક કંપનીઓ સાથે રાજ્ય સરકાર ચર્ચામાં છે, જોકે હું આ તબક્કે નામ જાહેર નથી કરતો, એમ દેસાઇએ કહ્યું હતું.  
દેસાઇએ કહ્યું હતું કે રાજ્ય સરકાર પ્રોજેક્ટ્ અમલમાં લાવવા અને રાજ્યમાં મોટા રોકાણ લાવવા માટે વિશ્વભરમાં મેગા ઇવેન્ટ્સ પર નજર રાખી રહી છે. 
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer