મહારાષ્ટ્ર સરકારની નિષ્ફળતાઓનો પર્દાફાશ કરો : જે પી નડ્ડા

મહારાષ્ટ્ર સરકારની નિષ્ફળતાઓનો પર્દાફાશ કરો : જે પી નડ્ડા
મુંબઇ, તા. 27 (પીટીઆઈ) : ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકારની નિષ્ફળતાઓનો પર્દાફાશ કરવાની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે પાટીર્ના કાર્યકરો અને નેતાઓને હાકલ કરી હતી અને આ માટે ભાજપના આઇટી સેલને મજબૂત બનાવવાનું કહ્યું હતું.  
દિલ્હીથી વર્ચુઅલ સંબોધનમાં નડ્ડાએ પ્રદેશ ભાજપની વેબ સભાને સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકોને રાજ્ય સરકારના `વાસ્તવિક હેતુ` અને  `સ્વાર્થ` નો અનૂભવ થયો છે.  તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં બેશરમ સરકાર છે, તેમણે આરોપ લગાવ્યો કે ત્રણ પાર્ટીની આ સરકારમાં અંદરોઅંદરની લડાઇ ચાલે છે. નડ્ડાએ કહ્યું કે, આપણે ભાજપના આઇટી સેલને મજબૂત બનાવવું જોઈએ અને મુખ્ય પ્રધાન સહિત રાજ્ય સરકારની નિષ્ફળતાઓનો પર્દાફાશ કરવો જોઈએ. 
રાજ્યમાં ભાજપના એકમે લગભગ 67,000 વોટ્સએપ જૂથો બનાવ્યાની નોંધ લેતા, નડ્ડાએ કહ્યું હતું કે, રાજ્ય સરકારની નિષ્ફળતા છતી કરવા અને કેન્દ્રની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોંચાડવા માટે ભાજપના આઇટી સેલે આવા જૂથોનો ઉપયોગ કરવો જોઇએ.  તેમણે કહ્યું કે, રાજ્ય ભાજપના આઇટી સેલે ત્રિ-સૂત્રી કાર્યક્રમ અપનાવવો જોઈએ. એક તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણોની ક્લાપિંગ્સ શેર કરો, કેન્દ્રની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડો અને રાજ્ય સરકારોની નિષ્ફળતાઓનો અસરકારક રીતે પર્દાફાશ કરો.

Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer