વેબ સિરીઝ `સેવન્થ સેન્સ''માં અમિષા પટેલ, પ્રતીક બબ્બર અને એલી અવરામ

વેબ સિરીઝ `સેવન્થ સેન્સ''માં અમિષા પટેલ, પ્રતીક બબ્બર અને એલી અવરામ
ગૌરાંગ દોશી પ્રોડકશનની વેબ સિરિઝ સેવન્થ સેન્સના કલાકારોની ટીમમાં અમિષા પટેલ, પ્રતીક બબ્બર અને એલી અવરામનો ઉમેરો થયો છે. તેમની અગાઉ આ સિરિઝ માટે આર. માધવન, રોનીત રોય, ચંકી પાંડે, તનુજ વીરવાની, આશીમ ગુલાટી, સના સઇદ, અહસાસ ચન્ના, દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય, સાજીદા ડેલ ફ્રુઝ અને મનોજ શર્માને લેવામાં આવ્યા છે. ગયા મહિને જ ગૌરાંગ દોશી પ્રોડકશને સેવન્થ સેન્સ અને લાઇન ઓફ ફાયર એમ બે વેબ સિરિઝની જાહેરાત કરી હતી. આ સિરિયલનું શાટિંગ યુએઇમાં થશે. 
ગૌરાંગ દોશીએ જણાવ્યું હતું કે, સિરિઝની કથા મર્ડર મિસ્ટરી છે અને પ્રેક્ષકો ટેલેન્ટેડ કલાકારો અને સુંદર સ્થળોને જોઇને ખુશ થઇ જશે. અમે વિઝા અને પરવાનગીની પરક્રિયાના છેલ્લા તબક્કામાં છીએ. આશરે પંદર ક્રૂ મેમ્બર્સ, કલાકારો અને દિગ્દર્શક પહેલી ઓગસ્ટે એમિરેટ એરલાઇન્સ દ્વારા યુએિ પહોંચશે. 140 દિવસમાં બે સિઝનનું શાટિંગ પૂરું થશે. આમાં દુબઇ તથા અભુધાબીમાં એકશન દૃશ્યો શૂટ કરવામાં આવશે.  સેવન્થ સેન્સની સાથે જ લાઇન ઓફ ફાયરની તૈયારી પણ શરૂ થશે. આમાં પણ બે સિઝન હશે અને તેમાં પ્રકાશ રાજ, તનુજ વીરવાની, જિમી શેરગિલ, મહમદ જિશાન અયુબ, વિજય રાઝ, તનિષ્ઠા ચેટરજી, કબીર સિંહ, સના સઇદ, મનુ રિશી અને તન્વી આઝમી છે.
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer