વિતેલા જમાનાની પીઢ અભિનેત્રી કુમકુમનું અવસાન

વિતેલા જમાનાની પીઢ અભિનેત્રી કુમકુમનું અવસાન
વિતેલા જમાનાની પીઢ અભિનેત્રી કુમકુમનું અવસાન થયું છે. મધર ઇન્ડિયા અને નયા દોર જેવી એકસોથી અધિક ફિલ્મમાં તેમણે અભિનય કર્યો હતો. જગદીપના પુત્રી નાવેદ જાફરીએ સોશિયલ મીડિયા પર આ સમાચાર મૂકયા હતા.  તેણે લખ્યું હતું કે, આપણે ફિલ્મોદ્યોગના વધુ એક રત્નને ગુમાવ્યું છે. હું નાનપણથી તેમને ઓળખતો હતો. તેઓ અમારા પરિવારના જ હતા અને ઉત્તમ અભિનેત્રી હોવા સાથે ઉત્તમ માનવી પણ હતા. 
જોની વૉકરના પુત્ર નાસીર ખાને જણાવ્યું હતું કે, કુમકુંમ 86 વર્ષનાં હતાં. તેમણે ઘણા લોકપ્રિય ગીતોમાં નૃત્ય કર્યું છે. મારા પિતા સાથે પણ તેમણે કેટલીક ફિલ્મો કરી હતી જેમાં પ્યાસા અને સીઆઇડી મુખ્ય હતી. એ દિલ હૈ મુશ્કિલ જીના યહાં...ગીતમાં તેઓ જ મારા પિતા સાથે હતા. 
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer