`તુજસે હૈ રાબતા''ના સેટ પર સેહબાન અને આયુષનો બ્રોમાન્સ

`તુજસે હૈ રાબતા''ના સેટ પર સેહબાન અને આયુષનો બ્રોમાન્સ
લોકડાઉન બાદ લોકો ન્યૂ નોર્મલ અપનાવીને જીવતા થયા છે. ટીવી સિરિયલોના શાટિંગ શરૂ થઇ ગયા છે. ઝી ટીવીની સિરિયલોના નવા એપિસોડ પ્રસારિત થવા લાગ્યા છે. પ્રજ્ઞા, પૃથા, ગુડ્ડન અને કલ્યાણી ફરી એકવાર દર્શકો સાથે જોડાઇ ગયા છે. જે પ્રમાણે દર્શકો પોતાના મનગમતા પાત્રોને જોવા આતુર હતા તે રીતે આ પાત્રો ભજવતાં કલાકારો પણ એકમેકને મળવા ઉત્સાહિત હતા. 
સિરિયલ તુજસે હૈ રાબતાના કલાકારો રીમ શેખ (કલ્યાણી), સેબહાન અઝીમ ( મલ્હાર) અને આયુષ આનંદ (ત્રિલોક) એકસો દિવસ બાદ એકમેકને મળ્યા ત્યારે અત્યંત ભાવુક થઇ ગયા હતા. લોકડાઉનમાં છૂટ આપવામાં આવી ત્યારથી આયુષ અને સેહબાન એકમેકની વધુ નીકટ આવી ગયા છે. સેટ પર પણ બંનેનો બ્રોમાન્સ સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. આયુષ તો સહેબાનના વખામ કરતા થાકતો નથી. બંને કલાકારો પોતાના કામને અત્યંત ગંભીરતાથી લે છે અને ફાઇનલ શોટ આપતી વખતે એકબીજાને સંભાળી લે છે. તેમની વચ્ચેની કેમેસ્ટ્રી પણ પ્રેક્ષણીય છે. 
આયુષે જણાવ્યું હતું કે, તુંજસે હૈ રાબતાના શાટિંગ દરમિયાન મેં સેહબાન સાથે સુંદર સમય પસાર કર્યો છે. અમે ભાઇઓ જેવા છીએ. એક દૃશ્યમાં અમે એકબીજાની સાથે ટકરાઇએ છીએ. ક્રેએટિવ ટીમે અમને અમારી રીતે અભિનય કરવાની છૂટ આપી હતી. અમે અમારી રીતે તે દૃશ્ય ભજવીને સહજ રીતે ઉત્તમ અભિનય કર્યો હતો. અમે હંમેશા કશુંક સ્પેશિયલ કરીએ છીએ. આનાથી અમને રચનાત્મક સંતોષ મળે છે. 
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer