રોનાલ્ડોની કારકિર્દીનો 32મો ખિતાબ : યુવેન્ટ્સ ચૅમ્પિયન

રોનાલ્ડોની કારકિર્દીનો 32મો ખિતાબ : યુવેન્ટ્સ ચૅમ્પિયન
રોમ, તા. 28 : સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની શાનદાર રમતથી ઇટાલીની કલબ યુવેંટસે સતત નવમીવાર સીરી-એ ટાઇટલ જીતી લીધું છે. યુવેંટસે ગઇકાલે સેમ્પડોરિયા વિરૂધ્ધ 2-0 ગોલથી વિજય મેળવીને ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. હજુ તેને બે મેચ રમવાના બાકી છે. યુવેંટસના 36 મેચમાં 83 પોઇન્ટ થયા છે. બીજા સ્થાન પરની ટીમ ઇન્ટર મિલાનના 36 મેચમાં 76 પોઇન્ટ છે. 
ત્રીજા સ્થાન પર 75 પોઇન્ટ સાથે એટલાન્ટા છે. યુવેંટસનો સીરી-એમાં આ કુલ 36મો ખિતાબ છે. 
સેમ્પડોરિયા સામેના મેચમાં યુવેંટસ તરફથી પહેલો ગોલ રોનાલ્ડોએ 45મી મિનિટે કર્યોં હતો. જ્યારે ફ્રેડ્રિકો બર્નાડેસ્ચીએ 67મી મિનિટે ગોલ કર્યોં હતો. રોનાલ્ડોની કેરિયરનો આ 32મો ખિતાબ છે. તે 2018થી યુવેંટસ સાથે જોડાયો છે. રોનાલ્ડો સિઝનમાં કુલ 31 ગોલ કરી ચૂક્યો છે.
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer