હાઇ કોર્ટનો સરકારને સવાલ ખાનગી હોસ્પિટલો દ્વારા વસૂલાતા ચાર્જ પર નિયંત્રણ માટે કોઇ સિસ્ટમ છે

મુંબઈ, 28 (પીટીઆઈ) : બોમ્બે હાઈકોર્ટે મંગળવારે મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું હતું કે ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ દ્વારા કોરોનાના નામે પીપીઇ કિટ સહિતની વસ્તુઓ માટે દર્દીઓ પાસેથી વધારાનો ચાર્જ ન વસૂલવામાં આવે ખાતરી કરવા માટે તેની પાસે કોઈ નિયમનકારી પદ્ધતિ છે કે કેમ? હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ સારંગ કોટવાલની ખંડપીઠે મુંબઈ અને થાણે જિલ્લાની કેટલીક ખાનગી હૉસ્પિટલોમાં પીપીઇ કિટ, ગ્લવ્ઝ અને એન-95 માસ્ક જેવી વસ્તુઓ માટે દર્દીઓને વધુ પડતા ચાર્જ ફટકારાતા હોવાનું જણાવતી એડવોકેટ અભિજીત માંગડેએ કરેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરી હતી. અરજદારે જણાવ્યું હતું  કે તેની માતાને જૂન માસમાં સાત દિવસ માટે થાણેની જ્યુપીટર હૉસ્પિટલમાં કોવિડ સિવાયની બીમારીની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને તેની પાસેથી પીપીઈ કિટ્સ અને અન્ય વસ્તુઓ માટે 72,806 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer