બીલ્ડર જો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂરો નહીં કરે તો એનઓસી રદ થશે

મુંબઈ, તા. 28 : ગત સપ્તાહમાં ફોર્ટની ભાનુશાળી બિલ્ડિંગ તૂટી પડી એના પગલે શહેરના લોકપ્રતિનિધિઓ દ્વારા વર્ષો પહેલાં બિલ્ડિંગો અંગેની ભલામણોને આગામી કેબિનેટ મિટિંગમાં મંજૂર કરવામાં આવે એવી શક્યતા છે.
આઠ વિધાનસભ્યો દ્વારા કરાયેલી ભલામણો છેક મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ હતા ત્યારથી મંજૂરીની રાહ જુએ છે. હાઉસિંગ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે આગામી પ્રધાનમંડળની બેઠકમાં આ ભલામણો મંજૂર કરવામાં આવશે.
એક ભલામણ મુજબ જો ડેવલપર તેનો પ્રોજેક્ટ ત્રણ વર્ષની અંદર પૂરો નહીં કરે તો તેને અપાયેલી નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી) આપોઆપ રદ થશે.
જોકે, જમીનમાલિક અને ભાડૂતોને પ્રોજેક્ટ પૂરો કરવા વધુ છ મહિનાની તક આપવામાં આવશે. જો તો પણ તેઓ પ્રોજેક્ટ પૂરો નહીં કરી શકે તો તે ઙ્ગમ્હાડાઙ્ખ હસ્તગત કરશે અને તેને પૂરો કરવા તે કોન્ટ્રેકટરની નિમણૂક કરશે.
ઙ્ગમ્હાડાઙ્ખના ઉપપ્રમુખ મિલિંદ મ્હૈસરકરે જણાવ્યું હતું કે ડોંગરી, ભૂલેશ્વર અને મોહમદ અલી રોડ વિસ્તારોમાં 500થી 1000 અતિ જોખમી બિલ્ડિંગો છે, જેનું અગ્રતાક્રમે રિડેવલપમેન્ટ જરૂરી છે.
તળ શહેરમાં અંદાજિત 12,500 સેસ્ડ બિલ્ડિંગો છે, જેમને રિડેવલપ કરવાની જરૂર છે.
તેમણે કહ્યું હતું કે મરીનડ્રાઈવ અને મલબાર હિલ વિસ્તારની ઈમારતો સારી સ્થિતિમાં છે અને તેમની તાકીદે રિડેવલપમેન્ટની જરૂર નથી.
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer