તાતિંગ વીજ બિલોમાં રાહત માટે સરકાર પ્રયાસરત

આજે ફરીથી પ્રધાનોની ઉચ્ચ સ્તરીય બેઠક 
મુંબઈ, તા. 28 : વીજ કંપનીઓએ વીજ દરના સ્લેબ બદલ્યા હોવાથી ગ્રાહકોએ વધારાના વીજળીના બીલ ભરવાનો વારો આવ્યો છે. રાજ્યના પરિવહન પ્રધાન અનિલ પરબ જણાવ્યું હતું કે આજે સરકારના પાંચ પ્રધાનોની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે ગ્રાહકોને આમાંથી રાહત મળવી જોઈએ. મુંબઈ સહિત રાજ્યમાં ગ્રાહકોને વીજ કંપનીઓ દ્વારા તાતિંગ રકમના બિલો ફટકારાઇ રહ્યાની ફરિયાદો સંદર્ભે આજે મંત્રાલયમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની કચેરીમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં પરબ ઉપરાંત ઉર્જા પ્રધાન નીતિન રાઉત અને એકનાથ શિંદે, વર્ષા ગાયકવાડ, જીતેન્દ્ર આવ્હાડ સહિતના પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ માહિતી આપવામાં આવી હતી કે, રાજ્ય સરકાર વીજબીલમાં ગ્રાહકોને રાહત આપવાનોપ્રયાસ કરી રહી છે. 
બેઠક બાદ અનિલ પરબે કહ્યું કે લોકડાઉન દરમિયાન બીલોમાં વધારો થયો છે એ હકિકત છે અને ગ્રાહકોને રાહત આપવી જોઈએ. વીજ કંપનીઓના અધિકારીઓને બિલો કેવી રીતે વધ્યા એની છણાવટ કરી હતી. હવે આ સમસ્યાનું સમાધાન શોધવાની વિચારણા થઇ રહી છે.  તેમણે કહ્યું, કોઇ વિરોધ કરે કે નહીં એની અમને ખબર નથી પરંતુ સરકાર લોકોની તરફેણમાં છે.  
 વીજ કંપનીઓ બદલાયેલા સ્લેબને પૂર્વવત કરે તે માટે વીજ નિયમન આયોગ સાથે ચર્ચા કરવામાં આવશે.  કમિશનના અધ્યક્ષ હાલમાં ન્યુઝીલેન્ડના હોવાથી તેઓ આવતીકાલે વીડિયો કોન્ફરન્સિગ દ્વારા માટિંગમાં હાજરી આપશે અને બુધવારે ફરીથી એક બેઠક યોજાશે તેમ નીતિન રાઉતે જણાવ્યું હતું.
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer