ફિલ્મમેકર મીરા નાયરનો પુત્ર ન્યુ યૉર્ક સ્ટેટ ઍસેમ્બલી સીટ પર ચૂંટાશે

ફિલ્મમેકર મીરા નાયરનો પુત્ર ન્યુ યૉર્ક સ્ટેટ ઍસેમ્બલી સીટ પર ચૂંટાશે
રાજેન્દ્ર વોરા તરફથી 
ફિલ્મમેકર મીરા નાયરનો પુત્ર ઝોહરાન મમદાની ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઇમરી જીતીને ન્યુ યૉર્ક સ્ટેટ એસેમ્બલી સીટ પર ચૂંટાશે. મમદાનીની સામે વર્તમાન વિધાનસભ્ય અરાવેલા સિમોટાસ હતા અને તેમણે પોતાની હાર સવીકારી લીધી હતી. જો કે પ્રાઇમરી થયાને મહિનો વીતી જવા છતાં બોર્ડ ઓફ ઇલેકશને હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. નોંધનીય છે કે અમેરિકામાં અન્ય પક્ષના ઉમેદવાર સામે ચૂંટણી માટે નામાંકન ભરવું હોય તો ઉમેદવારે પોતાના પક્ષની પ્રાઇમરીઝમાં વિજેતા બનવું પડે છે. 
ન્યૂ યોર્કના ક્વિન્સ બોરોમાં આવેલા મમદાનીના મતવિસ્તારમાં ઇમિગ્રન્ટસ અને લઘુમતીઓની વસતી હોવાથી ડેમોક્રેટિક પક્ષની સ્થિતિ અત્યંત મજબૂત છે. 
28 વર્ષનો મમદાની રૅપર છે અને મિ. કાર્ડમમના નામે સ્ટેજ પર પરફોર્મ કરે છે. તેણે રૅપ વિડિયો 'નાની' બનાવ્યો છે તથા તેમાં કૂકબુક લેખક અને કલાકાર મધુર જાફરી છે. તે હાઉસીગ કાઉન્સેલર તરીકે કામ કરે છે અને ઘર ખાલી કરાવવામાં આવતું હોય એવા લોકોનેસ હાય કરે છે તથા ડેમોક્રેટિક પક્ષની ડાબેરી પાંખ સાથે જોડાયેલો છે અને ડેમોક્રેટિક સોશિયલિસ્ટ એલાયન્સનો ટેકો તેને મળ્યો છે. 
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer